આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રામાં મુસાફરો ભરેલી બસને હાઈજેક કરનારા બદમાશોની ટોળીનો માસ્ટરમાઈન્ડ પ્રદીપ ગુપ્તા ગુરુવારે સવારે પોલીસ અથડામણમાં ઘાયલ થયો. તેને ગોળી વાગી અને હાલ તે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ફતેહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ચેકિંગ દરમિયાન થયેલી આ અથડામણમાં એક સિપાઈ પણ ઘાયલ થયો છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

COVID-19 Impact: જુલાઈમાં 50 લાખ લોકોએ નોકરી ગુમાવી, બેરોજગારીનો કુલ આંકડો અત્યંત ડરામણો


પોલીસે જણાવ્યું કે આ અથડામણ દરમિયાન પ્રદીપનો સાથી ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યો જેની શોધ ચાલુ છે. જ્યારે માસ્ટરમાઈન્ડ પ્રદીપની પોલીસના ટોચના અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પૂછપરછ કરી રહી છે. અત્રે જણાવવાનું કે બુધવારે મોડી સાંજે પોલીસે ઈટાવાના એક ઢાબાની પાછળથી અપહ્રત કરાયેલી બસને જપ્ત કરી લીધી હતી. 


ધિક્કાર છે આવા પુત્રોને...એક ઓફિસર અને બીજો નેતા છતાં માતાએ ઠેબા ખાઈને રસ્તા પર દમ તોડ્યો


નોંધનીય છે કે આગ્રામાં બુધવારે પોલીસ સ્ટેશન મલપુરાના ન્યૂ દક્ષિણી બાઈપાસ પર બદમાશોએ 34 મુસાફરો ભરેલી બસને હાઈજેક કરી  લીધી હતી. ધોળે દિવસે ઘટેલી આ ઘટનાથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. ત્યારબાદથી જ યુપી પોલીસ બસ અને બદમાશોને શોધવામાં લાગી હતી. શરૂતામાં બસ ડ્રાઈવર અને કન્ડક્ટરની પૂછપરછથી જાણવા મળ્યું કે બસને શ્રીરામ ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ લઈ ગયા છે. કારણ કે ગણા સમયથી હપ્તા ભરાયા નહતાં. પરંતુ ત્યારબાદ કહાનીએ નવો વળાંક લઈ લીધો હતો. 


અમેરિકાએ વિશ્વને ફરીથી દેખાડી ભારત સાથેની ગાઢ મિત્રતા, કરી એવી વાત કે ચીનને લાગશે મરચા


પોલીસ તપાસમાં તો બીજો જ એંગલ જોવા મળ્યો. પોલીસને જાણવા મળ્યું કે હાઈજેક બસનો માસ્ટરમાઈન્ડ પ્રદીપ ગુપ્તા છે જેનો બસના માલિક સાથે પૈસા મામલે જૂનો વિવાદ ચાલુ હતો. બદમાશોએ ફાઈનાન્સ કંપનીની વાર્તા પોલીસને ગોથે ચડાવવા માટે રચી હતી. જેમાં કોઈ સચ્ચાઈ નહતી. એ ફક્ત એટલા માટે  કહ્યું હતું કે તેઓ સરળતાથી પોલીસની પકડથી દૂર જતા રહે. પોલીસે પ્રદીપની શોધમાં અનેક જગ્યાએ નાકાબંધી કરી હતી. આજે જ્યારે તે ચેકિંગ દરમિયાન જોવા મળ્યો તો પોલીસે તેને પકડવાની કોશિશ કરી પરંતુ આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ જવાબી ફાયરિંગમાં તે ઘાયલ થયો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube